કેસ ઘટયા પણ મોતના આંકડા ચિંતાજનક, 10 દિવસમાં 4ના મોત મોરબી : મોરબી જિલ્લામાં હવે ત્રીજી લહેરમાં કોરોનાના વળતા પાણી થઈ ગયા છે. સૌથી મોટી રાહતજનક બાબત એ છે કે હવે કેસ તો ઘટયા છે. સાથે સાથે રિકવરી રેટ પણ ઉંચો આવ્યો છે. અગાઉ એક દિવસમાં 350થી વધુ કેસ નોંધાતા એની સામે હવે દરરોજના સરેરાશ 25થી 40 કેસ જ નોંધાઈ છે. જો કે કેસ ઘટવાની સામે મૃત્યુદર વધ્યો હોવાની નવી ઉપાધી સામે આવી છે. જેમાં છેલ્લા દસ દિવસમાં ચાર વ્યક્તિના મોત થયા છે.જો કે આ ચારેય વ્યક્તિઓ બુઝુર્ગ હતા અને તેમને બીજી અન્ય બીમારીઓ પણ હતી. મોરબી જિલ્લામાં ડિસેમ્બરમાં જ કોરોનાની ત્રીજી લહેરના મંડાણ થઈ ચૂક્યા હતા અને જાન્યુઆરી માસમાં તો કોરોનાનો ઘોડો વીનમાં દોડવા લાગ્યો હતો. આથી કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 350 થી વધુ કેસ નોંધાયા હતા. એની સામે રિકવરી રેટ ઘણો ઓછો હતો. જો કે આટલા બધા કેસ વધ્યા હોવા છતાં હોસ્પિટલમાં વેઈટીંગ કે ઓક્સિજનની મગજમારી થઈ ન હતી તેનું કારણ એ હતું કે, મોટાભાગના યુવાનો જ કોરોનાના શિકાર બન્યા હતા અને સ્ટેમીના વધુ હોવા સામે વેકસીનેશન પણ થઈ ગયું હોવાથી ઘરે જ સારવાર લેતા હોસ્પિટલમાં કોઈજાતની અગવડતા પડી ન હતી. ફ્રેબ્રુઆરી માસ શરૂ થતાની સાથે જ કોરોનાએ પીછેહઠ શરૂ કરી દીધી હતી. ફ્રેબ્રુઆરીની શરૂઆતમાં 200 થી વધુના કેસ ઘટીને 125ની આસપાસ થઈ ગયા હતા. એની સામે રિકવરી રેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. અગાઉ જેટલા કેસ આવતા એટલા જ કેસ હવે દરરોજના રિકવર થવા લાગ્યા છે. છેલ્લા દસ દિવસના આંકડા જોઈએ તો દસ દિવસમાં 748 કેસ નોંધવાની સામે 1708 કેસ રિકવર થઈ ગયા છે. એટલે હવે 459 કેસ એક્ટિવ બચ્યા છે. હવે દરરોજના ઓછા કેસ નોંધાતા હોય આ એક્ટિવ કેસ પણ રિકવર થતા વાર નહિ લાગે. છેલ્લા 10 દિવસના કેસ અને રિકવર થયેલા આંકડા તા. કેસ રિકવર 29 121 373 30 33 102 31 135 267 1 116 254 2 94 120 3 53 166 4 79 138 5 53 119 6 26 34 7 38 135 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..