કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચરનું જાહેરનામું 30/09/2026 સુધી અમલમાં રહેશે મોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા મહત્ત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના પ્રતિબંધિત વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરતા એરિયલ મિસાઈલ, પેરાગ્લાઈડર, રીમોટ કંટ્રોલ અને માઈક્રો લાઈટ એરક્રાફ્ટ ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.આ જાહેરનામા અનુસાર જિલ્લાના 108 પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-1 અને 2, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના 2 કિ.મી. વિસ્તાર, મોરબી સબ જેલના 250 મીટર વિસ્તાર, આઈ.ઓ.સી. પાઈપલાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી. કંપની (વાછકપર), ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન (જોધપરથી કાશીપર), ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપલાઈન (કુંતાસીથી હરીપર), જિલ્લામાંથી પસાર થતી ગેસ-ઓઈલની પાઈપલાઈન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કલેક્ટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાર્ટર, ટેલિફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ (મોરબી), બસ સ્ટેશન (મોરબી), રેલવે સ્ટેશન (મોરબી), સિવિલ હોસ્પિટલ, નવલખી અને જૂના અંજીયાસર ફિશિંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ-1 અને 2, બ્રાહ્મણી ડેમ-1 અને 2, બંગાવડી ડેમના 100 મીટર વિસ્તાર તેમજ મયુર બ્રિજ અને વાંકાનેર રેલવે સ્ટેશનના 50 મીટરના વિસ્તારનો સમાવેશ થાય છે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ 30/09/2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.#Morbi #MorbiUpdate #DroneBan #DistrictMagistrate #LawAndOrder #MorbiNews #Gujarat