મોરબી : મોરબી જિલ્લાના તમામ રાસાયણિક ખાતર વિક્રેતાઓને સુચના આપવામાં આવી છે. કે પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ રાસાયણિક ખાતરનું વિતરણ “O” ફોર્મનો ઉમેરો કર્યા બાદ જ કરવું તેમજ ખેડુતના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજીયાત મેળવી POS મશીન દ્વારા જ સબસીડાઈઝ ખાતરનું વિતરણ કરવું. તેમજ બિયારણ વિક્રેતાઓએ પ્રિન્સીપલ સર્ટી. નો ઉમેરો કર્યા બાદ જ બિયારણનું વિતરણ કરવાનું રહેશે. વિશેષમાં જણાવાયુ કે રાસાયણિક ખાતર અને બિયારણના વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. કોઈ પણ વિક્રેતાએ ખાતર કે બિયારણની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહિ. યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાત પણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી. વિશેષમાં જણાવવાનું કે FCO-1985 ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે.સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેચાણ કરવા તેમજ સોઈલ કંડીશનરને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહી. રાસાયણિક ખાતર તેમજ બિયારણ વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર તેમજ બિયારણ વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક(વિ.) મોરબી, એસ.એ.સીણોજીયાની યાદી જણાવે છે.