એ ડિવિઝન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ઈસમો પાસેથી રોકડા રૂ. 12200 નો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કંડલા બાયપાસ રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓ અને 1 પુરુષ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 12200 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે તારીખ 26/09/2026 ના રોજ બપોરે 4:30 વાગ્યાના અરસામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન કંડલા બાયપાસ પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમુક સ્ત્રીઓ અને પુરુષ ગોળ કુંડાળું વળીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સ્થળ પર જઈને રેડ કરતા જુગાર રમતા 9 લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે પકડેલા આરોપીઓમાં (1) નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા (ઉ.વ. 40), (2) ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ. 50), (3) ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 55), (4) ગંગાબેન બચુભાઇ ઠાકોર (ઉ.વ. 45), (5) વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ (ઉ.વ. 45), (6) ચંપાબેન બચુભાઈ અઘારા (ઉ.વ. 70), (7) પ્રીતીબેન મુકેશભાઇ વરાણીયા (ઉ.વ. 32), (8) વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી (ઉ.વ. 29) અને (9) જાગ્રુતીબેન રાજેશભાઈ ચારોલા (ઉ.વ. 49) નો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓની પાસેથી અને દાવ પરથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળીને કુલ રોકડા રૂ. 12200 અને 52 નંગ ગંજીપત્તાના પાના જપ્ત કર્યા છે. તમામ 9 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધાવ્યો છે. #Morbi #MorbiNews #CrimeNews #GamblingRaid #MorbiPolice #PMAwasYojana #MorbiUpdates #ADivisionPolice