મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી અને સેવાભારતી દ્વારા આજરોજ મોરબીમાં વજેપર અને રણછોડનગરમાં સર્વરોગ નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાને કારણે રોગચાળો વધ્યો છે ત્યારે લોકોની સુખકારીની ચિંતા કરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી અને સેવાભારતી સંસ્થા મોરબી દ્વારા વજેપર ખાતે તેમજ સેન્ટમેરી સ્કુલ નજીક રણછોડનગર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડો.ભાવનાબેન સહિતના તબીબોએ સેવાકાર્ય કર્યું હતું. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='7445,7444']