મોરબી : મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે તસ્કરો વોડફોન મોબાઈલ ટાવરની બેટરી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી જાણવા મળ્યા મુજબ નીચીમાંડલ ગામે આવેલ વોડાફોન કંપનીના મોબાઈલ ટાવરમાંથી તસ્કરો રૂ.૨૦ હજારની કિંમતની ૨૦ બેટરી ચોરી જતા આ મામલે કંપનીના જવાબદાર કર્મચારી અશોકભાઇ પાલજીભાઇ રાઠોડ, ઉવ. ૩૪, રહે.લાલપર, ગૌતમ સીરામિક વોડાફોન ટાવર તા.જિ.મોરબી મુળ- ઘનશ્યામપુર (ગોરી) તા.હળવદ જી.મોરબી વાળાએ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. [caption id='attachment_3902' align='aligncenter' width='567'] ફાઈલ તસ્વીર[/caption]