દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા શાળા દ્વારા વાઘા બોર્ડરનો પ્રવાસ મોરબી:મોરબીની જાણીતી ન્યુ એરા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવા તાજેતરમાં વાઘા બોર્ડરનો પ્રવાસ ગોઠવવમાં આવ્યો હતો આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસગરબા રમી ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા તાજેતરમાં વાઘબોર્ડર ખાતે પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વધુમાં વાઘા બોર્ડર પ્રવાસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાઘા બોર્ડર ખાતે ગુજરાતના ગૌરવ સમા રાસ-ગરબા લઇ ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. બાદમાં બીએસએફના જવાનો દ્વારા યોજાયેલી સેરેમનીમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ભાવના ઉજાગર કરવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='13606,13607']