મોરબી : મોરબીની સમર્પણ હોસ્પિટલમાં હવેથી આયુર્વેદિક સારવાર પણ ઉપ્લબ્ધ કરવામાં આવી છે. ભારતની અતિ પ્રાચીન એવી આયુર્વેદ ચિકિત્સા માટે હોસ્પિટલમાં ખાસ તબીબની પણ નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦ જનરલ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર મળી રહે તે હેતુથી આયુર્વેદિક તબીબ મુકવા માટે મહેકમ મંજુર કર્યું છે. જેમાં મોરબીની સમર્પણ હોસ્પિટલમાં પણ આયુર્વેદિક ડો. ખ્યાતિબેન ઠકરારે ચાર્જ સંભાળી લીધો છે. જેથી હવે મોરબીના લોકોને પણ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ મળશે.