એ ડિવિઝન પોલીસે રોકડ રૂ.૧૮,૬૯૦ જપ્ત કર્યા મોરબી : મોરબીના શનાળા રોડ પર ખોજા સોસાયટીમાં જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રૂ. ૧૮,૬૯૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર ખોજા સોસાયટીમા જાહેરમાં જુગાર રમતા નુરદિન નિજારઅલી કચરાણી, હુસેન અકબરઅલી બગથરીયા અને નિજારઅલી મેરાઅલી કચરાણીને રૂ. ૧૮,૬૯૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.