સૌથી વધુ વોર્ડ નંબર - ૧ માં ૨૫.૮૭ ટકા મતદાન મોરબી : મોરબી પાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકો માટે આજે યોજાયેલ પેટાચૂંટણીમાં સવારે ૮ થી ૧૦ દરમિયાન પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે ૧૨ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૯.૮૧ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ વાઇઝ મતદાનની ટકાવારી જોઈએ તો વોર્ડ નંબર - ૧ માં પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૩.૫૩ ટકા મતદાન થયું હતું અને ૧૨ વાગ્યા સુધીમાં ૨૫.૮૭ ટકા મતદાન થયું હતું, વોર્ડ નંબર - ૩ માં પ્રથમ બે કલાકમાં ૭.૬૭ ટકા અને ૧૨ વાગ્યા સુધીમાં ૧૫.૭૪ ટકા મતદાન થયું હતું. એ જ રીતે વોર્ડ નંબર - ૬ માં ૯.૦૩ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૮.૫૦ ટકા મતદાન થયું હતું, સરેરાશ પાલિકાની ચુટણીમાં બપોરે ૧૨ સુધીમાં ૧૯.૮૧ ટકા મતદાન થયું હોવાનું સતાવાર સૂત્રોએ જણાવી ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બન્યા ન હોવાનું જાહેર કરાયુ હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='32944,32945,32946,32947']