૧૫૦૦થી વધુ લોકો એકસાથે ઉમટી પડતા ધક્કામુકી : બેંકના રૂટિન કામકાજ ઠપ્પ મોરબી : મોરબીની ઍક્ષીસ બેંકમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા એક સાથે ૧૫૦૦ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે બેંકની બહાર અફરાતફડી જેવો માહોલ સર્જાયો હતો. ઍક્ષીસ બેંકમાં આજથી પ્રધાન મંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ધક્કા મુક્કી સર્જાઈ હતી. અંદાજે ૧૫૦૦ થી વધુ લોકો બેંકની બહાર ફોર્મ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે બેંકની બહાર અફરાતફડીનો માહોલ સર્જાયી હતો. લોકોની ભારે ભીડના કારણે બેંકનું રૂટિન કામકાજ ઠપ્પ થયું છે. વિશાળ સંખ્યામાં લોકો આવાસ યોજનાના ફોર્મ મેળવવા આવ્યા હોય , ત્યારે વ્યવસ્થા અર્થે, કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ સ્ટાફે હાજર રહેવું અનિવાર્ય બને છે. આમ છતાં પોલીસની ગેરહાજરી રહી હતી. નોટબંધી વખતે બેંકની બહાર લોકોની જે ભીડ જોવા મળતી હતી. તેવી જ ભીડ હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ વખતે થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે લોકો વહેલી સવારે ૫ વાગ્યાથી બેંકની બહાર ઉમટી પડ્યા હતા. હાલ આ ઘટના નોટબંધી વખતની યાદ તાજા કરાવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. [gallery size='medium' ids='23535,23536,23537']