મોરબી : હાલમાં મચ્છુ-2 ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી છે. આથી, ખેડૂતો ચોમાસું પાક લઈ શકે, તે માટે મચ્છુ-2 કેનાલનું રિપેરીંગ કરીને આગામી તા. 15 મેની આજુબાજુના દિવસોમાં પાણી છોડવા માટે ખેવાળિયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ તેમજ બિલિયા, બરવાળા, માનસર અને બગથળાની ગ્રામ પંચાયત દ્વારા મચ્છુ-2 ડેમના નાયબ કાર્યપાલ ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.