રાજ્ય સરકારની સહાયથી થતા કાનના વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા પણ કરી અપાશે મોરબી : લાયન્સ કલબ-મોરબી નઝરબાગ અને નઝરબાગ પલ્સ દ્વારા ઉંમર વર્ષ 1 સુધીના નવજાત શિશુની સાંભળવાની તપાસ તદ્દન ફ્રીમાં કરી આપવામા આવશે. લાયન્સ કલબ દ્વારા આ મશીન ઉપલબ્ધ કરવામા આવેલ છે. જો બાળકને બહેરાશ માલુમ પડશે તો આશરે રૂ. 8થી 10 લાખમા થતું ઓપરેશન તદ્દન ફ્રીમા ગુજરાત સરકાર દ્વારા થાય છે તે અંગે વ્યવસ્થા કરાવી આપવામા આવશે. સોમવારથી શનિવાર દરમિયાન બપોરે 1 થી 5 વાગ્યા સુધી બાળકને ડો.પ્રેયસ પંડ્યા, શિવમ (કાન-નાક-ગળાની હોસ્પિટલ), ભગવતી ચેમ્બર્સ, પહેલા માળે, સાવસર પ્લોટ મેઈન રોડ, રામ ચોક, મોરબી ખાતે ફોન નંબર 02822 229027 પર જાણ કરી લઇ જવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે નવજાત શશું સાંભળે છે કે નહીં? અથવા ઓછું સંભળાય છે કે કેમ? વિગેરે કાનની તપાસ આધુનિક મશીન દ્વારા માત્ર 1 મિનિટમા જ નક્કી કરી શકાય છે. આજ સુધી લાયન્સ કલબ દ્વારા બહેરા મૂંગા બાળકોને સાંભળતા-બોલતા કરવાના પ્રોજેકટ ચેરમેન ચંદ્રકાન્ત દફતરી દ્વારા 850થી વધુ બાળકોને સાંભળતા કરવામા મદદરૂપ થયા છે.