મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે વર્ષનો છેલ્લો દિવસ છે. શહેરમાં ઠેર-ઠેર 2019ને વિદાય આપવા અને 2020ને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા હૈયાઓમાં આજની રાતને રંગીન બનાવવાનો તરવરાટ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે યુવાનોના ઉત્સાહમાં વધારો કરવા શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત્સલ્ય ન્યુઝ દ્વારા ડ્રીમલેન્ડ ફન વર્લ્ડ, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર, મોરબી ખાતે NYE PARTY 2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં DJ મિત તથા હોસ્ટ પૂજા અને RJ અમિષાના સંગાથે DJના સથવારે યુવાનો ડાન્સ અને દાંડિયા કરી ઝૂમી ઉઠશે. આ તકે અભિનેત્રી બંશી ઠાકર હાજર રહેશે. આ ઇવેન્ટમાં આકર્ષણ અનલીમીટેડ ફૂડ, ડાયનેમિક સાઉન્ડ સિસ્ટમ, વિઝયુઅલ ગ્રાફિક ઇફેક્ટસ તથા સરપ્રાઈઝ ગેમ છે. જે યુવાનો માટે ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ બની રહેશે.