મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમમાં ભાદરવી અગિયારસના દિવસે રામદેવજી મહારાજના નેજા ઉત્સવને અનુલક્ષીને યજ્ઞ તથા પૂજાવિધી કોરોનાને લીધે સાદગીપૂર્ણ રીતે કરાઈ હતી. તેમજ ભારે વરસાદને પગલે પાણીની આવક થતા ભાવેશ્વરી માં દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા હતા. આ તકે જળને શ્રીફળ-ચૂંદડી અને ભોગ અર્પણ કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માર્યાદિત ભાવિકોની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.