મહારાજકુમારી સ્વ.હર્ષદદેવીની સ્મૃતિમાં રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે થશે ઉદ્ઘાટનમોરબી અપડેટ : શહેરના સામાકાંઠે આવેલ મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે આરોગ્ય સેવાના ભાગરૂપે એક નવા ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ (સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ - રાજકોટ) દ્વારા સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટર મોરબીના સ્વ. મહારાજકુમારી હર્ષદદેવી ઓફ મોરબી (પૂર્ણાબાપા સાહેબ)ની અમર સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યું છે.આગામી 1 સપ્ટેમ્બર 2026 ને મંગળવારના રોજ સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન આ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ નવા ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સંસદ સભ્ય કેશરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી ઓફ મોરબી (મીરાબાપા સાહેબ), મહારાજકુમારી ઉમાદેવી ઓફ મોરબી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન મોરબી રાજવી પરિવાર, મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.#MorbiUpdate #Morbi #MayurHospital #DialysisCenter #HealthCare #MorbiNews #GujaratNews #Rajkot