મોરબી: મોરબી બસ સ્ટેન્ડ પાસે આજે રાત્રે ઓટો રિક્ષામાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફાયરબ્રિગેડે તાકીદે ઘટના સ્થળે પહોચીને પાણીમારો ચલાવી આગને ઓલવી નાખી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બસ સ્ટેન્ડ પાસે ઓટો રીક્ષામાં આજે રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો.સીએનજી રિક્ષાનું સાઇલેસન વધુ પડતું ગરમ થઇ ગયું હતું. બાદમાં રિક્ષાનું કાપડ સાઇલેસનને અડતા કાપડ સળગી ઉઠ્યું હતું. ત્યારબાદ જોત જોતામાં આખી રીક્ષા સળગી ઉઠી હતી બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. રીક્ષા ઉપર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.