પડધરી મામલતદાર કચેરીમાં પત્ર કેમ ઇનવર્ડ થયો ? રાજકોટ કલેકટરે પ્રાંત અધિકારીને તપાસ સોંપી મોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવનાર ઇલેક્શન કમિશનના ડે.કમિશનરની સહીથી લખાયેલ બોગસ પત્ર પડધરી મામલતદાર કચેરીમાં કેવી રીતે ઇનવર્ડ થયો તે મામલે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તાકીદે તપાસના આદેશ જારી કરાયા છે. મતગણતરીના દિવસે ઇન્ટરનેટ બંધ રાખવાના આ બોગાસપત્રથી હોબાળો મચી જતા રાજકોટ જિલ્લા કલેકટરે રાજકોટ પ્રાંત અધિકારીને તાકીદે તપાસ કરવા આદેશ કર્યો છે અને પડધરી મામલતદાર કચેરીમાં કેવી રીતે આ પત્ર ઇનવર્ડ થયો અને આ પત્ર કોના દ્વારા મોકલાયો છે તે સહિતની બાબતોની તપાસ સોંપી છે.