મોરબી : નેપાળ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સ્પીડ બોલ કોમ્પિટિશનમાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા અને મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને હોટલ કિંગ ગણાતા કિશોરભાઈ રાઠોડના પુત્ર અને પુત્રી બંનેએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીની સાથે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્પીડ બોલ સ્પર્ધા -૨૦૧૮નું નેપાળમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી ભાગ લેનાર મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી અવધ કિશોરભાઈ રાઠોડે અન્ડર -૧૦માં તેમજ અવની કિશોરભાઈ રાઠોડે અન્ડર-૧૭માં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ગોલ્ડ મેડલ મેળવનાર અવધ અને અવની બંને સગા ભાઈ બહેન છે અને મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને હોટલ કિંગ ગણાતા અવધ ગ્રુપના કિશોરભાઈ રાઠોડના સંતાનો છે. મોરબીના વિદ્યાર્થીઓની આ સિદ્ધિમાં વિનય સ્પોર્ટ એકડમીના નિષ્ઠાવાન કોચ પરેશભાઈ ચાંક, મનીષભાઈ અગ્રાવત, ગોપાલભાઈ આચાર્ય અને પલકુમારનો સખત પરિશ્રમ રંગ લાવ્યો છે. કિશોરભાઈ રાઠોડના સંતાનોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી રાઠોડ પરિવાર, આહીર સમાજ તેમજ સાથે સમગ્ર મોરબીનુ નામ રોશન કર્યું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33382,33383,33384,33385,33381']