આર્મીના કર્નલે એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું મોરબી : મોરબીની એનસીસી કેડેટ કીર્તિ વરમોરાએ ભાવનગર ખાતે આયોજિત એનસીસી કેમ્પમાં ફર્સ્ટ રેન્ક મેળવી આર્મીના કર્નલના હસ્તે એવોડ મેળવ્યો છે. મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી એનસીસી કેડેટ કીર્તિ પ્રવીણભાઈ વરમોરાએ ભાવનગર ખાતે આયોજિત એનસીસી કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં ગુજરાતભરના એનસીસી કેડેટ્સ જોડાયા હતા. જેમાં કીર્તિ પ્રવીણભાઈ વરમોરાએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. ફર્સ્ટ રેન્ક મળવા બદલ કીર્તિ વરમોરાનું આર્મીના કર્નલના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીની દીકરીએ એનસીસીમાં ડંકો વગાડીને સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે.