મોરબી: નવા જીવાપર (આમરણ) ગામે CISFમાંથી સેવા નિવૃત્ત થયેલા ધરમશીભાઈ લાલજીભાઈ કંઝારીયાને ત્યાં ભવ્ય નિવૃત્તિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 5 ફેબ્રુઆરીને રવિવારના રોજ CISFમાંથી નિવૃત થયેલા ધરમશીભાઈ કંઝારીયાનું ગામમાં આગમન થયું હતું. સવારે 10 કલાકે તેઓનું ભવ્ય સ્વાગત અને સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12 કલાકે સ્વાગત વિધિ અને પ્રવચન યોજાયું હતું. સાથે જ બપોરે 12:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો અને આજે સાંજે 5:00 વાગ્યે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે CISFમાં વર્ષ 1983 થી વર્ષ 2023 એટલે કે 40 વર્ષ સુધી ધરમશીભાઈ કંઝારીયાએ સેવા બજાવી હતી. આ 40 વર્ષના નોકરીના સમયગાળામાં તેઓની અલગ અલગ 15 જગ્યાએ બદલી થઈ હતી. આ સેવા કાળ દરમિયાન તેઓએ ટર્ન આઉટ, ડીલ, હાર્ડવર્ક, પરેડ અને PT ગાર્ડ ઓનર સહિત કુલ 29 જેટલા એવોર્ડ મેળવીને મોરબી જિલ્લાનું અને પરિવારનું ગૌરવ પણ વધાર્યું છે. ત્યારે સેવા નિવૃત થયેલા ધરમશીભાઈ કંઝારીયાનું આજરોજ ગામમાં ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં નિવૃત્તિ ઉત્સવ ઉજવાયો હતો.