તા. ૭ અને ૮ના રોજ ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આગામી તા. ૭ અને ૮ના રોજ ટીચર ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે દિવસ દરમિયાન જય વસાવડા, ભદ્રાયુ વચ્છરાજાની, પરીક્ષિત જોબનપુત્રા અને કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય યોજાનાર છે. નવા શૈક્ષણિક સત્રના શુભ પ્રારંભે નવી દિશા અને નવા વિચારો થી અપગ્રેડ થવા માટે તેમજ શિક્ષકોની ભૂમિકા સરળ બની રહે તેવા ઉમદા હેતુસર નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા વીરપર ખાતે બાની વાડી પાછળ આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આગામી તા.૭ અને ૮ના રોજ સવારે ૮ થી ૧૨:૩૦ દરમિયાન ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમીનારમાં તા.૭ના રોજ સવારે ૮ થી ૧૦ પ્રખર વક્તા અને લેખક જય વસાવડા તેમજ ૧૦:૩૦ થી ૧૨:૩૦ યુજીસી એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર ભદ્રાયુ વચ્છરાજાનીનું વક્તવ્ય યોજાશે. તા.૮ના રોજ સવારે ૮ થી ૧૦ મોટીવેશનલ સ્પીકર પરિક્ષિત જોબનપુત્રા તેમજ ૧૦:૩૦ થી ૧૨:૩૦ પ્રખર વક્તા અને લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય યોજાશે. તેમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાની યાદીમાં જણાવાયુ છે.