મોરબી : બેલા (રંગપર) ગામે આગામી તારીખ 21 મે ને મંગળવારના રોજ ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ધનાભાઈ ભગાભાઈ રબારી, શૈલેષભાઈ ધનાભાઈ રબારી અને મનસુખભાઈ ધનાભાઈ રબારી દ્વારા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. આ પ્રસંગે તારીખ 21 મેના રોજ સવારે 6 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 2-30 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. સાંજે 4 થી 6 કલાકે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 6 કલાકે પટેલ સમાજ વાડીની સામે પંચવટી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં કલાકાર ભરતભાઈ કુંઢીયા હાજર રહેશે.