મોરબી : મોરબીના નવલખી ફાટક પાસે રાત્રીના લગભગ ૮:૩૦ વાગે જી.જે.૩ એફ. ક્યુ ૪૬૦૪ નંબરનુ ડીવાઈડર સાથે અથડાતા યુવાન ગંભીર રીતે ધવાયો હતો અને ૧૦૮ને જાણ થતા સારવાર મળે તે પેહલા યુવાનનુ મોત નિપજુ હતુ અને યુવાનના મુર્તદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડવા આવ્યો હતો મળતી માહીતી મુજબ મૂર્તક યુવાન માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામનો વિક્રમ આહીર હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતમાં યુવાનનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.