ઓખી વાવઝોડું સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી શક્યતા મોરબી : તબાહી મચાવી રહેલ ઓખી વાવઝોડું સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી દહેશત વચ્ચે દરિયામાં કરંટ જોવા મળતા નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. આગામી એકાદ બે દિવસમાં વાવઝોડું ઓખી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તબાહી મચાવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઓખી વાવાઝોડાની અસરને કારણે આજે વાતાવરણમાં આવેલા ૫લટાથી સવારથી જ મોરબી શહેરમાં અને સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મોરબી જિલ્લાના એક માત્ર બંદર નવલખી ખાતે દરિયામાં ભારે તેજ ગતિથી પવન ફૂંકવાની ચેતવણીને પગલે ભય સૂચક સિગ્નલ નંબર-૨ લાગવાયું છે, આ ભય સૂચક સિગ્નલ દરિયાઈ જહાજોને બંદર છોડી ચાલ્યા જવાનો સંકેત આપે છે. [caption id='attachment_5023' align='aligncenter' width='300'] પ્રતીકાત્મક ફોટો[/caption]