મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલા B.Sc. Sem 2ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5માં તમામ 5 સ્થાન મેળવ્યા છે. મોરબી જિલ્લા પ્રથમ ગામી અપેક્ષા ૯૧.૦૯%, દ્વિતીય વસિયાણી અંજલી ૯૦.૯૧%, તૃતીય મુછડિયા નિકિતા ૯૦.૧૮%, ચતુર્થ દેત્રોજા નેન્સી ૮૬.૯૧%, પાંચમા ક્રમે મારડીયા સુજાન ૮૬.૫૫% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એકમાત્ર કોલેજ બનીને B.Sc કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276