રૂ.23.50 કરોડના ખર્ચે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને રૂ.13.30 કરોડના ખર્ચે બે ઓવરબ્રિજના કામ મંજુરમોરબી : મોરબી- નવલખી રોડ રૂ.290 કરોડના ખર્ચે ફોર લેન બનશે. આ કામને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને બે ઓવરબ્રિજના કામ પણ મંજુર થઈ ગયા છે. મોરબીમાં ઉદ્યોગોને કારણે અત્યંત વ્યસ્ત એવા 41કી. મી. લાંબા મોરબી-નવલખી રોડને હાલના 10 મીટર રોડની જગ્યાએ ફોર લેન બનાવવા, જરૂરી નવા પૂલ-નાલા બનાવવા અને જૂના પુલની રેસ્ટોરેશનની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 290.20 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.આ ઉપરોક્ત કોસ્ટલ હાઈવે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને એના અન્ય આનુષંગિક કામ માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 23.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.આ રોડ પર આવતા બે રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા અને મંજૂર થયેલા આ કામો માટેની પ્રિકન્સ્ટ્રકશનની કામગીરી અને કન્સલટન્સી-ડીપીઆર કામગીરી માટે રૂ. 13.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને લક્ષમાં લઈ નવલખી બંદરના વિકાસ માટે, ઉમદા પરિવહન માટે, સંભવિત અકસ્માત નાબૂદ કરવા-ઘટાડવા માટે અને સમગ્રતયા વિકાસને વેગ મળે તે માટેની રજુઆત સફળ રહી છે. તેમ યાદીમાં જણાવાયું છે.