મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડમાં એસટી બસ મોડી આવવા મુદ્દે આજે હડમતીયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા અનેક મુસાફરો હેરાન થયા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબી અભ્યાસર્થે આવતા લજાઈ હડમતીયા ગામના વિદ્યાર્થીઓ ને દરરોજ 12.30 કલાકે બસ મળતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી આ બસ અનિયમિત થઈ જતા બસ છેક 3 વાગ્યા બાદ મળે છે. બસ ની અનિયમિતતા અંગે અનેક ફરિયાદ બાદ પણ એસટી દ્વારા પગલાં ન લેવાતા આજે બપોરે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી બસોના પૈડાં થંભાવી દેતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8105,8106,8107,8108,8109']