મોરબી : ભારતના કોરોના વેકસીનેશન કાર્યક્રમની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે અને પ્રથમ રાઉન્ડમાં આરોગ્યકર્મીઓને રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમુક લોકો કોવિડ-19 વેકસીન વિશે ભ્રમણાઓ, અફવાઓ ફેલાવી રહ્યા છે. આથી, અમુક લોકોમાં વેકસીન વિશે ગેરસમજ જોવા મળી રહી છે, ભય જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે એમ.ડી. પેથોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી અને જેમને કોરોના કાળમાં કોવીડ ડ્યુટી નિભાવી છે. એવા ચિરાગ હોસ્પિટલ-મોરબીના સર્જન ડો. બાબુલાલ અઘારાના દીકરી અને દિનેશભાઈ વડસોલાની પુત્રવધુ ડો. પ્રેક્ષા અઘારાએ પ્રથમ રાઉન્ડમાં કોવિડ-19ની રસી મુકાવી અન્ય લોકો માટે પ્રેરણાદાયી પગલું ભર્યું છે. અને લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.