મોરબી : રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ વર્ષે વ્યક્તિગત ગીત (એકલ) ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. વિભાગ 1માં 6 થી 12માં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। જ્યારે વિભાગ 2માં 17 વર્ષથી ઉપરના કોઈપણ ભાગ લઈ શકશે. જ્યારે વિભાગ 3માં ભારત વિકાસ પરિષદ મોરબીના પરિવારના સભ્યો માટે હશે. ગીતની પસંદગી ચેતના કે સ્વર પુસ્તિકામાંથી જ કરી તેની પ્રસ્તુતીનો વિડિયો તા. 28 ઓગસ્ટ સુધીમાં મોકલવાનો રહેશે. પ્રત્યેક વિભાગમાં વિજેતાઓને પુરસ્કાર તથા ભાગ લેનારા તમામને પ્રમાણપત્રો આપવામાં આવશે. વધુ વિગતો માટે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 98790 24410, મંત્રી હરેશભાઇ બોપલીયા 99744 58658, પ્રોજેક્ટ ચેરમેન ડો. જયેશભાઈ પનારા 98256 21214 તથા સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર 98799 10715 પર સંપર્ક કરવા ભારત વિકાસ પરિષદ મોરબીની યાદી જણાવે છે.