મોરબી : આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા આયોજિત 'નેશનલ સાયન્સ સેમિનાર-2019' જિલ્લા કક્ષાએ તાજેતરમાં સંપન્ન થયો હતો. જેમાં મોરબી જિલ્લાની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો. તાજેતરમાં મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે 'નેશનલ સાયન્સ સેમિનાર-2019'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોરબી જિલ્લાની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ખુબ સારી કૃતિઓ રજૂ કરીને પ્રથમ ક્રમે એન.કે. સંઘવી કન્યા વિદ્યાલય-વાંકાનેરની નિર્જરા જતીનભાઈ રાવલ, દ્વિતીય ક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ-મોરબીનો ધાર્મિલ રામલાલ શીંગાળા અને તૃતીય ક્રમે સાર્થક વિદ્યામંદિર-મોરબીની નિકિતા બી. મુછડીયા આવ્યા હતા. આ સેમિનારમાં ભાગ લેનાર તમામ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને જિલ્લા કક્ષાએ પ્રથમ તથા દિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાએ જવાનું રહેશે, જેની તારીખ ટૂંક સમયમાં જણાવવામાં આવશે, તેવું જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne