મોરબી : રાજકોટ બી ડિવિઝન પોલીસ મથક હેઠળ નોંધાયેલ જુગારધારા કેસમાં છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ના પો.કોન્સ.આસિફભાઇ ચાણકીયાને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે આજરોજ રાજકોટ સીટી બી ડીવી પોલીસ મથકમાં નોંધાયેલ જુગારધારા ગુન્હામાં આઠ માસથી નાસતો ફરતો આરોપી અજયગર બટુકગર ગોસાઇ, રહે. મોરબી મહેન્દ્રપરા શેરી નંબર-૨ તા.જી.મોરબી વાળાને મોરબી ત્રાજપર ચોકડી પાસેથી એલ.સી.બી. મોરબીએ પકડી પાડેલ હોવાનું ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસની યાદીમાં જણાવાયું છે.