મોરબી : મોરબી તાલુકાના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ટીંબડી ગામેથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા દયાલરામ હરલાલરામ બીસનોઈ ઉ.વ. ૩૮ રહે. જોધપુર- રાજસ્થાનવાળાને પોલીસે ટીંબડી ગામના પાટિયા પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.