માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં કુદરત કોપાયમાન : ઉપવાસી છાવણી ભારે પવને તહસ - નહસ કરી : તંત્રના ચેકિંગની પોલ ખોલતા ખેડૂતો : અધિકારીઓએ જ્યાંથી 18 બકનળી પકડી તો ખેડૂતોએ 50 બકનળી હોવાના વિડીયો વાઇરલ કર્યા મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝન માટે નર્મદા કેનાલ મારફતે સિંચાઇનું પાણી આપવાની માંગ સાથે આંદોલન છેડ્યું છે ત્યારે આજે નર્મદા યોજનાનું પાણી મોરબી પહોંચે તેવી શક્યતા વચ્ચે માળીયા કેનાલમાં ઘાટીલા સુધી પહોંચેલો જળજથ્થો ઉલ્ટી ગંગા નહીં પણ ઉલ્ટી નર્મદા રૂપે ટીકર તરફ પાછો જતા માળીયા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. બીજી પાણી માટે તરફ પાંચ - પાંચ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ઉપર કુદરત કોપાયમાન થઇ હોય તેમ આજે ભારે પવનને કારણે ઉપવાસી છાવણી તહસ - નહસ થઈ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. ઓણસાલ અપૂરતા વરસાદને કારણે ખરીફ મોસમમાં પાયમાલ થયેલા ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી મળવાની આશાએ રવિ સીઝન સારી જશે તેવી આશાએ બેઠા હતા પરંતુ ઉપરવાસ બેફામ પાણી ચોરીને કારણે દસ - દસ દિવસ બાદ પણ ઢાંકી પમ્પીંગ સ્ટેશનેથી છૂટેલો નર્મદાના નિર્ણયો જથ્થો મોરબી કે માળીયા સુધી ન પહોંચતા ખેડૂતોની આશા ઠગારી નીવડી છે, ખેડૂતોને પાણી મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ચેકીંગ શરૂ કરાયું હોવા છતાં પણ મોરબીના હરીપર કેરાળા ગામ નજીક કેનાલમાં ભંગાણ કરી નાખવામાં આવતા બે દિવસ વિલંબથી આજે મોરબી તાલુકાના ખેડૂતોને પાણી મળે તેવી શક્યતા સત્તાવાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જો કે, નર્મદા કેનાલના પાણી આજે મોરબી પહોંચે તેમ હોવાના સરકારી દવા વચ્ચે માળીયા બ્રાન્ચ કેનાલમાં ઉલટીગંગા જેવા કિસ્સામા ઘાટીલા ગામ સુધી પહોંચી ગયેલું કેનાલનું પાણી ઓછા ફોર્સ અને પાણીચોરીને કારણે પાછું ટીકર સુધી ચાલ્યું ગયું હોવાનું પણ ભાર આવ્યું છે આ સંજોગોમાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી કેનાલના દબાવી દેવામાં આવેલા દરવાજા ખોલી પૂરતા ફોર્સથી પાણી છોડવામાં આવે તો જ માળિયાના ખીરઈ સુધી પાણી પહોંચે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે. દરમિયાન નર્મદા કેનાલમાં થી રહેલી પાણી ચોરી ડામવા જિલ્લા કલેકટરે બનાવેલી મલ્ટી ડિસીપ્લીનરી ટીમે આજે વધુ 18 બકનળી દૂર કરી 40 દેડકા દૂર કરાવ્યા હોવાનું સતાવર રીતે જાહેર કરવામાં આવ્યું છે તો માળીયા પંથકના ખેડૂતો દ્વારા જ્યાં-જ્યાં અધિકારીઓ દ્વારા ચેકીંગ કરાયું તેવા જસમતગઢથી માલવણ સુધીના વિસ્તારમાં હજુ પણ 50થી વધુ બકનળી નાખી પાણીચોરો દ્વારા કેનાલમાં બોરીબંધ ઉભા કરી પાણી ચોરી કરવામાં આવતી હોવાના વિડીયો વાઇરલ કર્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='38654,38652,38653,38651']