મોરબી : ગઈકાલે તા. 14 ને ગુરુવારના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નદીકાંઠે નટરાજ ફાટક નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ - આઈટી સેલ મોરબી જિલ્લા દ્વારા મમરાના લાડુ વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ સભ્યોએ બાળકોને મમરાના લાડુનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ મનોજ પરમાર, સંગઠન મંત્રી વિજય પંડ્યા, ઉપાધ્યક્ષ હરદેવસિંહ ઝાલા, ઉપાધ્યક્ષ રવજીભાઈ સહિત મંત્રી વિજયભાઈ મજેઠીયા, મંત્રી પ્રતાપ કગથરા સહિતના કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.