મોરબી : મોરબીના નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા ૧૪માં પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ સાથે વિદ્યાથી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી કેમ્પમાં ૮૦ બોટલોનું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથો સાથ મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાથી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે બહુચરાજી માતજીનો હવન પ્રસાદનું આયોજન સાથે મેરજા પરિવારએ જરૂરીયાતમદ દર્દીઓને લોહીની જરૂરિયાત પૂરી પાડવા ઉત્સાહભેર રક્તદાન કરીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.