મોરબી : મોરબી જિલ્લામાં ફરી રહેલ નર્મદારથ આજે નાની વાવડી ગામે આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ નર્મદયાત્રા રથ મોરબી નજીક આવેલા નાની વાવડી ગમે આવી પહોંચ્યો હતો,આ તકે નાની વાવડી ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નર્મદારથને વધાવી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.આ તકે નાની વાવડીના ગ્રામજનોને રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું નર્મદારથયાત્રા પ્રસંગે ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.વધુમાં નાની વાવડી ગામના દલીત સમાજના આગેવાનોએ માં નર્મદાની આરતી ઉતારી હતી ત્યાર બાદ નાની વાવડી પ્રાથમીક સ્કુલની બાળા દ્રારા ગીત ગાઇને નર્મદારથનું સ્વાગત કર્યુ હતુ અને ત્યાર બાદ યાત્રા બગથળા ગામે જવા રવાના થઈ હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10612,10611,10613,10614,10615,10616']