મોરબી : મોરબીના નાના એવા નાની બરાર ગામે ગૌ વ્રજધામ નામની ગૌશાળાનો ભાઈબીજના શુભ દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાની બરાર ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા સમયથી જહેમત ઉઠાવી સમગ્ર મોરબી પંથકમાં નમૂનેદાર ગૌશાળા બને તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો જેનું કામ પૂર્ણ થતાં ભાઈબીજના શુભ અવસરે ગૌ વ્રજધામ ગૌશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.