મોરબી :રોજગારવાંચ્છુ ઉમેદવારો રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી કરાવી શકે, નોંધાવેલ લાયકાતમાં સુધારા કરાવી શકે, રીન્યુઅલ કરાવી શકે તેમજ વ્યવસાય માર્ગદર્શન મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા જિલ્લાના તાલુકા મથકોએ માર્ચ-2019 માસમાં (સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન તા.01/03/2019 ના રોજ તાલુકા પંચાયત કચેરી વાંકાનેર, તા.15/03/2019 ના રોજ તાલુકા પંચાયત કચેરી માળીયા, તા.20/03/2019 ના રોજ તાલુકા પંચાયત કચેરી હળવદ તેમજ તા.26/03/2019ના રોજ તાલુકા પંચાયત કચેરી ટંકારા) ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર સેવા મેળવવા ઇચ્છુક સંબંધિત તાલુકાના ઉમેદવારોએ જાતે શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો,માર્કશીટ જાતિનો દાખલો(લાગુ પડતું હોય તો)/સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ/પાસ પોર્ટ સાઇજ્નો ફોટોગ્રાફ/અન્ય પ્રમાણપત્રો- વગેરે સાથે ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en