મોરબી : મોરબીના ગુરુકુળ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં U-14 ચેસ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયમાં ધોરણ 7 માં અભ્યાસ કરતાં જૈનીલ રાજેશભાઈ પટેલે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ સાથે જ તે હવે રાજ્ય કક્ષાએ આયોજિત ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે જિલ્લા કક્ષાએ જૈનીલ પટેલે પસંદગી પામતા શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.