યદુનંદન ગૌ શાળા ખાતે સારવાર દરમીયાન વધુ એક ગાયનું મોત : આઠ સારવાર હેઠળ મોરબી : મોરબી હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે ટ્રકે ૧૨ ગાયોને હડફેટે લીધાની ઘટનામાં ઘાયલ ગાયોને યદુનંદન ગૌશાળામાં સારવારમાં ખસેડાયા બાદ કુલ ચાર ગાયના મોત નિપજ્યા છે જેમાં હજુ આઠ ગાયની સારવાર ચાલુ છે. ગઈકાલે સાંજે મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ટ્રકે એક સાથે ૧૨ ગાયોને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાકીની તમામ ગાયને ગંભીર ઈજાઓ પહોંચ્યાં બાદ અકસ્માતની જાણ થતા યદુનંદન ગૌ શાળાના ગૌ સેવકોએ તાકીદે ઘટના સ્થળે પહોંચીને ગંભીર રીતે ઘવાયેલી ગાયોની સારવાર ચાલુ કરી હતી. વધુમાં યદુનંદન ગૌશાળામાં ઘાયલ ગાયોની સારવાર દરમિયાન વધુ એક ગાયનું મોત નિપજતા કુલ ૪ ગાયના મોત નિપજ્યા છે અને હજુ આઠ ગાયની સારવાર ચાલુ હોવાનું ગૌશાળા ના કાનાભાઈએ જણાવ્યું હતું.