મોરબી : મોરબી નજીક સીરામીક કારખાનાના ગ્રાઉન્ડમાં લોડર રીવર્સ લેતી વેળાએ રેતીમાં સુતેલા બાળક પર લોડર ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ એમપીના અને હાલ નવા જાંબુડિયા નજીકના રોલેક્ષ સિરામિકમાં રહીને મજુરી કરતા દિનેશ નાનુરામ ભાભરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડર નં જીજે ૩૬ એસ ૧૪૫૧ના ચાલક યોગેશભાઈએ લોડર રીવર્સ લેતી વેળાએ રેતીના ઢગલામાં સુતેલા ફરિયાદીના પુત્ર લખન (ઉ.વ.૦૮) ને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.