મોરબી : મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. સાથે ટ્રકમાં રહેલા ૮ પશુઓને પોલીસે છોડાવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે રાત્રીના સમયે મોરબી કંડલા બાયપાસ પર રવિરાજ ચોકડી નજીકથી પસાર થતા ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધેલી હાલતમાં આઠ પાડા મળી આવ્યા હતા જેની કીમત ૪૦ હજાર તેમજ ટ્રક સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે અને ટ્રક સાથે પોલીસે મોરબી વાંકાનેર દરવાજા નજીક રહેતા હુશેન ગની મઠીયા (ઊવ ૩૫) વાળાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.