મોરબી:મોરબી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીકથી રૂ.૭૨૦૦ની કિંમતનો ૨૪ બોટલ દારૂ ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ નજીક બુટલેગરે ઈંગ્લીશ દારૂ ઉતાર્યો હોવાની બાતમીના આધાર બી ડિવિઝન સ્ટાફે છાપો મારતા જુદી-જુદી બ્રાન્ડનો ૨૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેને પગલે પોલીસે રૂ.૭૨૦૦ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. વધુમાં આ ઈંગ્લીશ દારૂ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા સિરાજ ઉર્ફે દુઃખી અલીભાઈ પોપટિયા નામના શખ્સનો હોવાનું ખુલતા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.