સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને સ્ટાફ દ્વારા બેંક પરિસરમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈમોરબી : સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી નાગરિક સહકારી બેંક દ્વારા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બેંકના પદાધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને મોરબી નાગરિક બેંક પાસેના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી હતી.આ સ્વચ્છતા અભિયાનમાં બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન મનીષભાઈ ઓગણજાની આગેવાની હેઠળ શ્રમદાન કરવામાં આવ્યું હતું. તેમની સાથે ભૂપતભાઈ રવેશીયા, પરેશભાઈ કચોરીયા, વિજયભાઈ વાઘેલા, જ્યોતિબેન મિરાણી, હંસાબેન ઠાકર, અશ્વિનભાઈ કોટક, મહેન્દ્રભાઈ ભાલોડીયા, ખુશબુબેન ધોળકિયા અને સંજયભાઈ ધોળકિયા જોડાયા હતા.આ ઉપરાંત બેંકના મેનેજર નિલેશભાઈ રાચ્છ અને ધર્મેન્દ્રભાઈ કક્કડ સહિતના સમગ્ર સ્ટાફે ભારે ઉત્સાહપૂર્વક આ સ્વચ્છતા કાર્યમાં ભાગ લીધો હતો અને બેંકની આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataHiSeva #MorbiNagarikBank #SahakarSaptah #CleanMorbi