મોરબી : આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આવનારી ચૂંટણી માટે લડાયક રૂપ અપનાવવા નવા મિત્રો આમ આદમી પાર્ટી માં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું. આગામી ટૂંક જ સમય માં નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવશે. ત્યારે આપની યાદીના જણાવ્યા મુજબ આજરોજ મોરબી નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સાથે ત્રણ માજી કાઉન્સિલર તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ તેમજ તેમના મિત્રો સાથે આજ રોજ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. આગામી સમયમાં મહેશભાઇ રાજ્ય ગુરુને આપમાં મોરબી શહેરની અગત્યની જવાબદારી શહેરમાં આપવામાં આવશે. આજ રોજ મોરબી જિલ્લાની આ બેઠકમાં આપના સ્થાનિક આગેવાનોની હાજરીમાં જોડાયેલા આગેવાનોની યાદી જોઈએ તો નયનાબહેન રાજ્યગુરૂ-પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ, મહેશભાઈ રાજ્યગુરુ - માજી કૉંગ્રેસ પ્રમુખ, અનસોયા બહેન પટેલ.- માજી કાઉન્સિલર, ચંપા બહેન ચોહાણ - માજી કાઉન્સિલર, હરેશભાઈ ભટ્ટાસના-માજી કાઉન્સિલર, કાતિક એસ. જોશી, ઝાલા મહાવીરસિહ, એચ.એલ. ચોહાણનો સમાવેશ થાય છે. [gallery ids='99414,99416,99417,99418,99419']