દશ દિવસ પહેલા સિગારેટ પિતા દાઝેલા યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબી : કાળને તેડા ન હોય ઉક્તિ મુજબ મોરબીના મુસ્લિમ યુવાન માટે સિગારેટ મોતનું કારણ બની છે, દસેક દિવસ પહેલા સિગારેટના કસ મારતા દાઝેલા આ યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અહેમદ અબ્દુલ ચૌહાણ નામનો યુવાન દસેક દિવસ પૂર્વે મોરબીની સદર બજરમાં સુપર ટોકીઝ નજીક સિગારેટનો કસ મારતી વેળાએ દાઝી જતા આ યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે આ યુવાને દમ તોડી દીધો હતો.ઘટના અંગે રાજકોટ પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે.