મોરબી : મોરબી તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ સફળતાથી સંપન્ન થયો છે. આ યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય દાખવીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોરબીમાં ગઈકાલે તાલુકા કક્ષાના યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવક મહોત્સવમાં લોકગીત, ભજન, સમૂહ ગીત, ગઝલ, વકતૃત્વ, નિબંધ, ભરતનાટ્યમ જેવી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય દાખવીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધામાં સરકારી શાળાના શિક્ષિકા હેતલબેન જાદવે નિર્ણાયક તરીકે ભુમિકા બજાવી હતી.