મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જેલની સજા કાપી ચુકેલો શખ્સ તેના ઘરે પરત ફરતા ભાઈ સાથે ઝઘડો થતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. શિવલાલ ઉર્ફે શિવો દિનેશ સુરેલા રહે. વિસીપરા વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તે અગાઉ હત્યા કેસમાં જેલમાં ગયો હોય જેથી માતાપિતાએ ઘરે આવવાની ના કહી હતી અને તે ઘરે જતા તેના ભાઈ હિતેશ દિનેશ સુરેલાએ તેણે માર મારી ઈજા પહોંચાડી છે. બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.