શાળાએ થી ઘરે પરત ફરતા શિક્ષકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત મોરબી : મોરબીના ખરેડા ગામથી મકનસર પોતાના ઘરે કાર મારફત જતા શિક્ષકને અકસ્માત નડ્યો હતો. હનુમાન ધારેશ્વરની જગ્યા પાસે શિક્ષકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતથી શિક્ષકને ઇજા પહોચતા તેને હોસ્પિટલે ખસેડાયા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મકનસર ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ભુજના પંકજગીરી ગૌસ્વામી શાળાએથી પોતાના ઘરે ખરેડા જઇ રહ્યા હતા. તે દરમિયાન ખરેડા અને વાંકડા ગામ વચ્ચે હનુમાન ધારેશ્વરની જગ્યા પાસે તેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી રોડ પાસે આવેલા ખાડામાં નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં શિક્ષકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતથી કારને ભારે નુકશાન સર્જાયું હતું. મોરબી પંથકમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. ત્યારે આજે મંગળવારના દિવસનો આ ત્રીજો અકસ્માત નોંધાયો છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='22869,22870']